વૈશ્વિક ફૂટબોલ આઇકોન લિયોનેલ મેસીએ ગુજરાતમાં અનંત અંબાણી દ્વારા સ્થાપિત વન્યજીવન બચાવ, પુનર્વસન અને સંરક્ષણ કેન્દ્ર વનતારાની ખાસ મુલાકાત લીધી.મેસી તેમના ઇન્ટર માયામીના સાથી ખેલાડીઓ લુઈસ સુઆરેઝ અને રોડ્રિગો ડી પોલ સાથે વનતારામાં પહોંચ્યા હતા. મેસીએ વનતારાના વિશાળ સંરક્ષણ પરિસરના માર્ગદર્શિત પ્રવાસની શરૂઆત અહીં બચાવાયેલા મોટા બિલાડા, હાથીઓ, શાકાહારી પ્રાણીઓ, સરિસૃપો અને વિશ્વભરમાંથી લાવવામાં આવેલા નાના પ્રાણીઓની સંભાળની કામગીરીથી કરી હતી. તેમણે ગ્રીન એનર્જી કોમ્પ્લેક્સ અને વિશ્વના સૌથી મોટા રિફાઇનરી કોમ્પ્લેક્સની પણ મુલાકાત લીધી. સિંહ, ચિત્તા, વાઘ અને અન્ય લુપ્તપ્રાય પ્રજાતિઓ માટેના સંભાળ કેન્દ્રમાં મેસીએ કુદરતી અને સમૃદ્ધ વાતાવરણમાં ખીલતા પ્રાણીઓ સાથે સમય વિતાવ્યો હતો.
Site Admin | ડિસેમ્બર 17, 2025 9:30 એ એમ (AM)
વૈશ્વિક ફૂટબોલ આઇકોન લિયોનેલ મેસીએ ગુજરાતમાં વનતારાની ખાસ મુલાકાત લીધી