કતારમાં અલ ઉદેદ અમેરિકન એરબેઝ પર ઈરાનના હુમલા બાદ વૈશ્વિક તેલની કિંમતોમાં પાંચ વર્ષમાં સૌથી મોટો એક દિવસીય ઘટાડો નોંધાયો છે. ઈરાની પરમાણુ સુવિધાઓ પર અમેરિકી હુમલાના જવાબમાં ઈરાને જવાબી હુમલા કર્યા બાદ તેલની કિંમતોમાં બેરલ દીઠ 5 અમેરિકી ડોલરનો ઘટાડો થયો હતો.
સપ્તાહના અંતે તણાવને કારણે તેલ બજારમાં શરૂઆતમાં ઉછાળો આવ્યો હતો પરંતુ ઝડપથી વેચવાલી શરૂ થઈ હતી. ઉલ્લેખનીય છે કે, કતારમાંથી ઊર્જા નિકાસ અથવા ઉત્પાદન પર કોઈ અસર નથી પડી અને કતાર સિવાય અમેરિકાના અન્ય કોઈ લશ્કરી મથક પર હૂમલાનાં અહેવાલ નથી.
ઓઇલનાં ભાવમાં ઘટાડાથી બજારને એ વાતની રાહત થઈ છે કે, ઇરાનના વળતા હૂમલાનો વ્યૂહ આર્થિક લક્ષ્યને બદલે લશ્કરી હૂમલા પર કેન્દ્રીત છે.
Site Admin | જૂન 24, 2025 7:55 એ એમ (AM)
વૈશ્વિક તેલની કિંમતોમાં બેરલ દીઠ પાંચ ડોલરનો કડાકોઃ પાંચ વર્ષમાં સૌથી મોટો ઘટાડો