ભારતે વૈશ્વિક ધોરણોના આધારે અવકાશ ક્ષેત્રને વિકસાવવાના પ્રયાસો હાથ ધર્યા છે અને આ ક્ષેત્રનું અર્થતંત્ર આગામી દસ વર્ષમાં ત્રણ ગણું વધે તેવી સંભાવના છે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જીતેન્દ્રસિંહે નવી દિલ્હીમાં ખાનગી પ્રસાર માધ્યમો દ્વારા યોજાયેલ આર્થિક સંમેલનમાં આ મુજબ જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે, ભારતીય અવકાશ અર્થતંત્ર અત્યારે વૈશ્વિક અવકાશ અર્થતંત્રમાં આઠથી નવ ટકાનું યોગદાન આપી રહ્યું છે. નરેન્દ્ર મોદી સરકારે અવકાશ ક્ષેત્રે ખાનગી ક્ષેત્ર માટે ખૂલ્લુ મૂક્યું હોવાથી આ ક્ષેત્રે ઘણી નવી તકો ઉભી થઈ છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, વર્ષ 2035 સુધીમાં ભારત પોતાનું સ્પેસ સ્ટેશન અવકાશમાં મૂકે તેવી સંભાવના છે.