પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજકોટમાં વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં બોલતા જણાવ્યું કે, વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે પણ દેશમાં સ્થિરતાનું વાતાવરણ છે. આ સમિટમાં ઉદ્યોગના નેતાઓએ વિકસિત ભારતના વિઝનને સાકાર કરવા માટે મહત્વપૂર્ણ જાહેરાતો કરી.રાજકોટમાં આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં ગઈકાલે મોટા ઉદ્યોગપતિઓએ વિકસિત ભારતના સપનાને સાકાર કરવાનો સંકલ્પ દોહરાવ્યો હતો. રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ આગામી પાંચ વર્ષમાં ગુજરાતમાં પોતાનું રોકાણ બમણું કરીને 7 લાખ કરોડ રૂપિયા સુધી કરવાની જાહેરાત કરી હતી. અદાણી પોર્ટ્સના એમડી કરણ અદાણીએ જણાવ્યું હતું કે, ખાવડામાં વિશ્વનો સૌથી મોટો ક્લીન એનર્જી પાર્ક 2030 સુધીમાં સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે. આ જાહેરાતો દર્શાવે છે કે ગુજરાત આગામી સમયમાં હરિત ઊર્જા અને આધુનિક ટેકનોલોજીના જોરે દેશના અર્થતંત્રને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે સજ્જ છે.
Site Admin | જાન્યુઆરી 12, 2026 9:51 એ એમ (AM)
વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે પણ દેશમાં સ્થિરતાનું વાતાવરણ છે – પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી