પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દેશનું ડિજિટલ ઇકોસિસ્ટમ નવીનતા અને સમાવેશ માટે વૈશ્વિક ધોરણો સ્થાપિત કરી રહ્યું છે. આજે મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ ૨૦૨૫ને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે ટેકનોલોજીના લોકશાહીકરણને કારણે ભારત સૌથી વધુ ટેકનોલોજીકલ રીતે સમાવિષ્ટ દેશો માંનો એક છે. તેમણે કહ્યું કે દેશમાં દર મહિને UPI દ્વારા૨૫ લાખ કરોડ રૂપિયા ના ૨૦ અબજ વ્યવહારો થઈ રહ્યા છે.
બ્રિટિશ પ્રધાનમંત્રી કીર સ્ટાર્મરે કહ્યું કે યુકે અને ભારત ફિનટેક ક્ષેત્રમાં કુદરતી ભાગીદારો અને નેતા છે. તેમણે કહ્યું કે ભારત-યુકે મુક્ત વેપાર કરાર બંને દેશોના GDP ને વેગ આપશે. તેમણે આ કરારને બંને દેશો માટે એક મોટી જીત ગણાવી. શ્રી મોદીએ કહ્યું હતું કે વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે આ વર્ષે ભારત-યુકે સંબંધો મજબૂત બન્યા છે
શ્રી મોદી અને શ્રી કીર સ્ટાર્મરે ટેકનોલોજી, સંરક્ષણ, કૃત્રિમ બુદ્ધિમત્તા, ટકાઉ વિકાસ, નવીનીકરણીય ઉર્જા અને અન્ય વિષયો પર વ્યાપક ચર્ચા કરી હતી. બંને નેતાઓએ મુંબઈમાં પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો પણ કરી હતી.ભારત-યુકે વ્યાપક આર્થિક અને વેપાર કરારના મહત્વ વિશે બોલતા, શ્રી મોદીએ કહ્યું કે તે યુવાનો માટે નવી રોજગારીની તકો ઊભી કરશે અને બંને દેશો વચ્ચે વેપારનો વિસ્તાર કરશે.
બ્રિટિશ પ્રધાનમંત્રી કીર સ્ટાર્મરે જણાવ્યું હતું કે ભારત અને યુકે ભવિષ્ય પર કેન્દ્રિત આધુનિક ભાગીદારી બનાવી રહ્યા છે. ભારત-યુકે વ્યાપક આર્થિક અને વેપાર કરારને એક મહત્વપૂર્ણ ક્ષણ ગણાવતા, શ્રી સ્ટાર્મરે કહ્યું કે ટેરિફ ઘટાડા અને એકબીજાના બજારોમાં પ્રવેશ વધારવાથી વિકાસને વેગ મળશે અને રોજગારીનું સર્જન થશે.