ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 11, 2025 8:07 એ એમ (AM)

printer

વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારત 2 વિકેટે 318 રનના સ્કોરથી પોતાની રમત આગળ રમશે

નવી દિલ્હીમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ક્રિકેટ ટેસ્ટ મેચના બીજા દિવસે ભારત ગઈકાલના 2 વિકેટે 318 રનના સ્કોરથી પ્રથમ ઇનિંગનો સ્કોર ચાલુ રાખશે. મેચ સવારે સાડા નવ વાગ્યે શરૂ થશે.આ અગાઉ ગઈકાલે પ્રથમ દિવસની રમતના અંતે, ભારતના યશસ્વી જયસ્વાલ 173 રન અને કેપ્ટન શુભમન ગિલ 20 રન સાથે ક્રીઝ પર હતા. ભારત તરફથી સાઈ સુદર્શને 87 રન અને કેએલ રાહુલે 38 રનનું યોગદાન આપ્યું હતું.અમદાવાદમાં શ્રેણીની શરૂઆતની મેચ જીત્યા પછી, ભારત બે મેચની શ્રેણીમાં ક્લીન સ્વીપ પૂર્ણ કરવા માટે પ્રયત્નશીલ રહેશે.