ક્રિકેટમાં, વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટ મેચ જીતવા અને બે મેચની શ્રેણીમાં ક્લીન સ્વીપ કરવાથી ભારત 58 રન દૂર છે. 121 રનના લક્ષ્યને મેળવવા ભારતીય ટીમે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે ચોથા દિવસે રમતના અંતે એક વિકેટે 63 રન બનાવ્યા છે. કેએલ રાહુલ અને સાઈ સુદર્શન હાલ રમતમાં છે.
અગાઉ, વેસ્ટ ઇન્ડીઝની ટીમ બીજી ઇનિંગમાં 390 રન પર આઉટ થઈ હતી. વેસ્ટ ઇન્ડીઝના જોન કેમ્પબેલ અને શાઈ હોપે સદી કરી. ભારત માટે કુલદીપ યાદવ અને જસપ્રીત બુમરાહે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.
Site Admin | ઓક્ટોબર 13, 2025 7:37 પી એમ(PM)
વેસ્ટ ઇન્ડિઝ સામેની બીજી ટેસ્ટ ક્રિકેટ મેચમાં ભારત જીતથી માત્ર 58 રન દૂર
