મે 2, 2025 7:29 પી એમ(PM)

printer

વેવ્સ 2025માં વૈશ્વિક મીડિયા સંવાદમાં 77 દેશોના પ્રતિનિધિઓએ વેવ્સ ડેક્લરેશન અપનાવ્યું

આજે વૈશ્વિક મીડિયા સંવાદ દરમિયાન વેવ્સ ડેક્લરેશનને અપનાવવામાં આવ્યું. મુંબઈમાં જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે વૈશ્વિક મીડિયા સંવાદમાં 77 દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો, જેમણે પરંપરાઓ અને વારસાનું જતન કરવામાં સહયોગ કરવા સંમત થયા હતા.
વિદેશ મંત્રી ડૉક્ટર એસ. જયશંકર તથા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આ કાર્યક્રમની અધ્યક્ષતા કરી હતી. ભાગ લેનારા દેશો ખોટી માહિતીનાં ફેલાવાને રોકવા અને માધ્યમોની પ્રામાણિકતા, તથ્ય આધારિત પત્રકારત્વ અને જવાબદાર જાહેરાતોને પ્રોત્સાહન આપવા સંમત થયા હતા. તમામ દેશો સરહદ પારના સહયોગનેપ્રોત્સાહન આપવા અને માનવ અધિકારો અને સાંસ્કૃતિક સંવેદનશીલતાનું સન્માન કરતી સામગ્રીનેટેકો આપવા પણ સંમત થયા હતા.
દરમિયાન, માહિતી અને પ્રસારણ મંત્રાલય આવતીકાલે વેવ્સ 2025 ખાતે મીડિયા અને મનોરંજન ક્ષેત્ર પરની આંકડાકીય પુસ્તિકાનુંવિમોચન કરશે. આ પુસ્તિકા મીડિયા અને મનોરંજન ક્ષેત્ર માટે સમયસર, વિશ્વસનીય, અધિકૃત અને વ્યાપક ડેટાની જરૂરિયાતની સરકારની પુષ્ટિનોએક ભાગ છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.