પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે વૈશ્વિક સર્જનાત્મકતાની આગેવાની લેવા ભારત માટે આ ઉત્તમ સમય છે.
મુંબઈમાં જિયો વર્લ્ડ સેન્ટર ખાતે વિશ્વ દ્રશ્ય શ્રાવ્ય અને મનોરંજન શિખર સંમેલન-વેવ્સ 2025નું ઉદ્ઘાટન કર્યા બાદ પ્રધાનમંત્રીએ આ સંમેલનને સંસ્કૃતિ, સર્જનાત્મકતા અને વૈશ્વિક જોડાણનું મોજું ગણાવ્યું.
ભારતનાં સર્જનાત્મક અર્થતંત્રમાં રહેલી પ્રચંડ સંભાવનાઓ પર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, વૈશ્વિક એનિમેશન બજારમાં વિશાળ સંભાવના છે, જેનું મૂલ્ય હાલમાં 430 અબજ ડોલરથી વધુ છે અને આગામી દાયકામાં તે બમણું થવાની ધારણા છે.
આ ચાર દિવસીય સમ્મેલનમાં 90 થી વધુ દેશોના સર્જકો, ઉદ્યોગ નેતાઓ, સ્ટાર્ટઅપ ઉદ્યોગસાહસિકો સહિતના દસ હજારથી વધુ પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે.
Site Admin | મે 1, 2025 7:23 પી એમ(PM)
વેવ્ઝ 2025 નો આજથી આરંભ…
