માર્ચ 20, 2025 9:26 એ એમ (AM)

printer

વેવ્ઝ ઓટીટી પ્લેટફોર્મ ભારતમાં DFB-પોકલ સેમિ-ફાઇનલ અને ગ્રાન્ડ ફિનાલેનું જીવંત પ્રસારણ કરશે.

વેવ્ઝ ઓટીટી પ્લેટફોર્મ ભારતમાં DFB-પોકલ સેમિ-ફાઇનલ અને ગ્રાન્ડ ફિનાલેનું જીવંત પ્રસારણ કરશે.પ્રસાર ભારતી અને DFB ભારત અને જર્મની વચ્ચે ફૂટબોલ સંબંધોને મજબૂત બનાવવા સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા. આ યોજના હેઠળ, સત્તર વર્ષથી ઓછી ઉંમરના યુવાનો માટે અંડર-17 ટેલેન્ટ સર્ચ ટુર્નામેન્ટ પણ શરૂ કરવામાં આવશે, જે 20 યુવા ભારતીય ખેલાડીઓને જર્મનીમાં તાલીમ લેવાની તક આપશે. વેવ્ઝ ઓટીટી આ પ્લેટફોર્મે ભારતીય ચાહકો માટે એક ખાસ સ્પર્ધા શરૂ કરી છે, જેમાં તેમને DFB-પોકલ ફાઇનલ માટે જર્મનીની સફર જીતવાની તક મળશે.આ પ્રસંગે પ્રસાર ભારતીના CEO ગૌરવ દ્વિવેદીએ જણાવ્યું કે, સરકાર ભારતમાં મજબૂત ફૂટબોલ સંસ્કૃતિને પ્રોત્સાહન આપી રહી છે અને આપણા યુવાનોને અભૂતપૂર્વ વૈશ્વિક તકો પૂરી પાડી રહી છે.