સ્ટાર્ટઅપને પ્રોત્સાહ આપનારું પ્લેટફોર્મ, વેવએક્સે મીડિયા, એનિમેશન અને મનોરંજન ક્ષેત્રોને ટેકો આપવા માટે દેશભરમાં સાત ઇન્ક્યુબેશન સેન્ટર શરૂ કરવાની જાહેરાત કરી છે.
માહિતી અને પ્રસારણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ સેન્ટરો દિલ્હી, જમ્મુ, કેરળ, મહારાષ્ટ્ર, પુણે કોલકાતામાં શરૂ કરાશે. મંત્રાલયે જણાવ્યું હતું કે ઇન્ક્યુબેશન સુવિધાઓ શરૂ થવાથી સ્ટાર્ટઅપ્સને ફિલ્મ નિર્માણ, રમત વિકાસ અને સંપાદન માટે અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ નવા સેન્ટરો મુંબઈમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ ટેકનોલોજી જેવી જ માળખાગત સુવિધાઓ અને પ્રારંભિક તબક્કાની સુવિધાઓ પ્રદાન કરશે.
વેવએક્સ હેઠળ કાર્યરત સ્ટાર્ટઅપ્સને દૂરદર્શન, ઓલ ઇન્ડિયા રેડિયો, ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો, પ્રકાશન વિભાગ અને ઇલેક્ટ્રોનિક મીડિયા મોનિટરિંગ સેન્ટરના મીડિયા એકમો સાથે કામ કરવાની તક મળશે.
Site Admin | સપ્ટેમ્બર 24, 2025 1:44 પી એમ(PM)
વેવએક્સ મીડિયા, એનિમેશન અને મનોરંજન ક્ષેત્રોને વિકસાવવા માટે દેશભરમાં સાત ઇન્ક્યુબેશન સેન્ટર શરૂ કરશે