ઓક્ટોબર 11, 2024 2:17 પી એમ(PM) | India | tennis match | Valencia Open Tennis | vijay sundar

printer

વેલેન્સિયા ઓપન ટેનિસ: આજે સાંજે રમાશે મેન્સ ડબલ્સની સેમિફાઈનલ મેચ

સ્પેનમાં રમાઈ રહેલી વેલેન્સિયા ઓપન ટેનિસની મેન્સ ડબલ્સની સેમિફાઇનલમાં આજે ભારતના જીવન નેદુચાઝિયાન અને વિજય સુંદર પ્રશાંતનો મુકાબલો પોલેન્ડના પીઓટર માટુઝવેસ્કી અને કેરોલ ડ્રેઝવેકીની જોડી સાથે થશે. મેચ સાંજે 6 વાગીને પાંચ મિનિટે શરૂ થશે.

આ ભારતીય જોડીએ ગઈકાલે રમાયેલી ક્વાર્ટર ફાઈનલ મેચમાં રોમાનિયાના મિર્સિયા-એલેક્ઝાન્દ્રુ જેકન અને બેલારુસના ઈવાન લિયુટારેવિચની જોડીને સીધા સેટમાં 6-0, 6-2થી પરાજય આપ્યો હતો.