વેરાવળ–રાજકોટ પેસેન્જર ટ્રેનમાં 11 વધારાના જનરલ કોચ લગાવવામાં આવશે. મુસાફરોની વધતી માગ અને તેમની સુવિધાને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર મંડળમાંથી પસાર થતી વેરાવળ–રાજકોટ પેસેન્જર ટ્રેનમાં વધારાના જનરલ સેકન્ડ ક્લાસ કોચ લગાવવાનો નિર્ણય લેવાયો છે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર રાજકોટ–વેરાવળ પેસેન્જર ટ્રેનમાં 31 ડિસેમ્બર, 2025 સુધી જ્યારે વેરાવળ–રાજકોટ પેસેન્જર ટ્રેનમાં આજથી 1 જાન્યુઆરી, 2026 સુધી 11 વધારાના જનરલ સેકન્ડ ક્લાસ (GS) કોચ લગાવવામાં આવશે.
Site Admin | નવેમ્બર 1, 2025 2:28 પી એમ(PM)
વેરાવળ–રાજકોટ પેસેન્જર ટ્રેનમાં 11 વધારાના જનરલ કોચ લગાવવામાં આવશે.