વેપાર, ટેરિફ અને ટેકનોલોજી અંગે સ્પેનમાં અમેરિકા અને ચીનના અધિકારીઓ વચ્ચે આજે ફરી ઉચ્ચ સ્તરીય વાટાઘાટો શરૂ થશે.
ગઈકાલે સ્પેનના વિદેશ મંત્રાલય ખાતે છ કલાક ચાલેલી બેઠક બાદ આ ચર્ચાઓ થઈ રહી છે, જેમાં અમેરિકાના નાણામંત્રી સ્કોટ બેસેન્ટ અને વ્યાપાર પ્રતિનિધિ જેમીસન ગ્રીર તથા ચીનના ઉપ પ્રધાનમંત્રી હી લિફેંગ અને મુખ્ય વાટાઘાટકાર લી ચેંગગેંગએ ભાગ લીધો હતો.
રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફ લાગુ કર્યા પછી, બંને દેશો પરસ્પર સંબંધો સુધારવા પ્રયાસ કરી રહ્યા છે.
Site Admin | સપ્ટેમ્બર 15, 2025 2:37 પી એમ(PM)
વેપાર, ટેરિફ અને ટેકનોલોજી અંગે સ્પેનનાં મેડ્રિડમાં અમેરિકા અને ચીનના અધિકારીઓ વચ્ચે આજે ફરી ઉચ્ચ સ્તરીય વાટાઘાટો થશે.
