ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 19, 2025 7:47 પી એમ(PM) | BHIM-UPI

printer

વેપારીઓને 2,000 રૂપિયા સુધીનાં મૂલ્યનાં BHIM-UPI વ્યવહારો માટે પ્રોત્સાહન યોજના મંજૂર

સરકારે આજે ઓછા મૂલ્યનાં BHIM-UPI વ્યવહારો માટેની પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી છે. આ યોજનાનો અમલ એક હજાર 500 કરોડ રૂપિયાનાં અંદાજિત રોકાણ સાથે કરવામાં આવશે.
કેન્દ્રીય મંત્રીમંડળનાં નિર્ણયો અંગે પત્રકારોને માહિતી આપતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, આ યોજનાથી નાના વેપારીઓ વધારાના ખર્ચ વગર યુપીઆઇ સેવાઓ પ્રાપ્ત કરી શકશે. તેમણે જણાવ્યું કે, નાના વેપારીઓને બે હજાર રૂપિયા સુધીનાં યુપીઆઇ વ્યવહારો માટે 0.15 ટકાનું વળતર આપવામાં આવશે.
શ્રી વૈષ્ણવે જણાવ્યું કે, સરકારે આસામના નામરૂપમાં બ્રહ્મપુત્રા વેલી ફર્ટિલાઇઝર કોર્પોરેશન લિમિટેડના વર્તમાન પરિસરમાં નવું એમોનિયા-યુરિયો કોમ્પલેક્સ સ્થાપવામાં આવશે. તેમણે જણાવ્યું કે, આ પ્રોજેક્ટથી દેશમાં યુરિયાનાં ઉત્પાદનમાં વધારો થશે.
શ્રી વૈષ્ણવે જણાવ્યું કે, સરકારે મહારાષ્ટ્રમાં જેએનપીએ પોર્ટથી ચોક સુધી છ માર્ગીય ગ્રીનફિલ્ડ હાઇવેનાં નિર્માણને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ ચાર હજાર 500 કરોડ રૂપિયાનાં ખર્ચે બનશે.
શ્રી વૈષ્વણે જણાવ્યું કે, સરકારે સુધારેલા રાષ્ટ્રીય ગોકુલ મિશનનાં અમલીકરણ માટે મંજૂરી આપી છે, અને ત્રણ વર્ષ માટે ફાળવણીમાં વધારો કર્યો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ