વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો પર અમેરિકાના પગલાંની ચીને આકરી ટીકા કરી છે. ચીને એકપક્ષીય કાર્યવાહી અને વૈશ્વિક પોલીસમેન અથવા આંતરરાષ્ટ્રીય ન્યાયાધીશ તરીકે કામ કરતા કોઈપણ દેશને ચેતવણી આપી છે.
ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું કે, રાષ્ટ્રીય સાર્વભૌમત્વનું આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ રક્ષણ થવું જોઈએ.બેઇજિંગમાં બોલતા શ્રી વાંગે કહ્યું કે, ચીન યુએન ચાર્ટરને સમર્થન આપવા, સાર્વભૌમત્વનો આદર કરવા અને વાતચીત અને સહયોગ દ્વારા વિવાદોનું નિરાકરણ લાવવાનું સમર્થન કરે છે.
વેનેઝુએલાના રાષ્ટ્રપતિ માદુરોને શનિવારે યુએસ દળો દ્વારા અટકાયતમાં લેવામાં આવ્યા હતા અને તેઓ અમેરિકન કસ્ટડીમાં છે. વેનેઝુએલાના ઉપરાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝે કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે પદ સંભાળ્યું છે.
Site Admin | જાન્યુઆરી 5, 2026 2:26 પી એમ(PM)
વેનેઝુએલા પર અમેરિકાએ કરેલા હુમલા અને રાષ્ટ્રપતિ મદુરાઓની ધરપકડની ચીને કડક શબ્દોમાં ટિકા કરી.