જાન્યુઆરી 5, 2026 9:12 એ એમ (AM)

printer

વેનેઝુએલામાં અમેરિકાના ઓપરેશન અંગે ચર્ચા કરવા માટે આજે સયુંકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ એક કટોકટી બેઠક યોજશે

વેનેઝુએલામાં અમેરિકાના ઓપરેશન અંગે ચર્ચા કરવા માટે આજે સયુંકત રાષ્ટ્ર -યુએન સુરક્ષા પરિષદ એક કટોકટી બેઠક યોજશે.કાઉન્સિલના અસ્થાયી સભ્ય કોલંબિયાની રજૂઆત પર આ બેઠક બોલાવવામાં આવી છે અને તેને કાયમી સભ્યો ચીન અને રશિયાએ ટેકો આપ્યો છે. સેક્રેટરી-જનરલએ વેનેઝુએલામાં અમેરિકાની લશ્કરી કાર્યવાહીને ખતરનાક ઉદાહરણ ગણાવ્યું છે જેના કારણે રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડ કરવામાં આવી હતી.સયુંકત રાષ્ટ્રએ એક નિવેદનમાં, જણાવ્યું હતું કે સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસ ખૂબ જ ચિંતિત છે કે આંતરરાષ્ટ્રીય કાયદાના નિયમોનું સન્માન કરવામાં આવ્યું નથી. દરમિયાન, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલાના ઉપરાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝને ચેતવણી આપી છે, કે જો તેઓ દેશ માટે અમેરિકી યોજનાઓમાં સહકાર નહીં આપે તો તેમને ગંભીર પરિણામોનો સામનો કરવો પડી શકે છે.