તાજેતરના ઘટનાક્રમને ધ્યાનમાં રાખીને, વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને વેનેઝુએલાની બિન-આવશ્યક મુસાફરી ટાળવા માટે એક ચેતવણી જારી કરી છે.કોઈપણ કારણોસર વેનેઝુએલામાં રહેલા તમામ ભારતીયોને અત્યંત સાવધાની રાખવા, તેમની અવરજવર મર્યાદિત કરવા અને કારાકાસમાં ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવાની સલાહ આપવામાં આવી છે. દૂતાવાસનો ઇમેઇલ આઈડી cons.caracas@mea.gov.in છે અને ઇમરજન્સી ફોન નંબર +58 -412 -9584 288 છે.
Site Admin | જાન્યુઆરી 4, 2026 9:21 એ એમ (AM)
વેનેઝુએલાની સ્થિતિ અંગે સંયુક્ત રાષ્ટ્રસંઘે કટોકટી બેઠક બોલાવી. વેનેઝુએલાનો પ્રવાસ કરવા સામે ભારતે ચેતવણી આપી