જાન્યુઆરી 6, 2026 2:00 પી એમ(PM)

printer

વેનેઝુએલાના રાષ્ટ્રપતિ માદુરોની અમેરિકા દ્વારા કરાયેલી ધરપકડને અનેક દેશોએ અયોગ્ય ગણાવીને ટિકા કરી.

વેનેઝુએલાના નેતા નિકોલસ માદુરોને પકડવા બદલ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સાથી દેશો અને વિરોધી દેશો તરફથી ટીકાનો સામનો કરી રહેલા અમેરિકાએ તેને યુદ્ધ નહીં પણ કાયદા અમલીકરણ કાર્યવાહી તરીકે ગણાવીને તેનો બચાવ કર્યો છે.
અમેરિકાના કાયમી પ્રતિનિધિ માઇક વોલ્ઝે જણાવ્યું હતું કે, અમેરિકા એ એક નશીલા પદાર્થોના તસ્કરની ધરપકડ કરી છે, જેની સામે કાયદાના શાસન અનુસાર કેસ ચલાવવા જઈ રહ્યો છે.
ગઈકાલે સંયુક્ત રાષ્ટ્ર પરિષદની કટોકટીની બેઠકમાં, ફ્રાન્સ અને બ્રિટન, કાઉન્સિલમાં કાયમી સભ્યપદ ધરાવતા અમેરિકાના સાથી દેશોએ આંતરરાષ્ટ્રીય કાયદાના દૃષ્ટિકોણથી અમેરિકાની ટીકા કરી હતી.અન્ય બે કાયમી સભ્યો, ચીન અને રશિયાએ, અમેરિકા પર પ્રહાર કરી , માદુરોની તાત્કાલિક મુક્તિની માંગ કરી હતી.
આર્જેન્ટિનાએ અમેરિકાની કાર્યવાહીને નિર્ણાયક ગણાવી..

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.