ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ડિસેમ્બર 14, 2024 1:28 પી એમ(PM) | Hockey | HongKong | India | world squash team

printer

વિશ્વ સ્ક્વૉશ ટીમ સ્પર્ધામાં આજે ભારત અને હોન્ગકોન્ગ વચ્ચે રમાશે મેચ

હોન્ગકોન્ગમાં વિશ્વ સ્ક્વૉશ ટીમ સ્પર્ધામાં આજે ભારતીય પુરુષ ટીમ પાંચમા સ્થાન માટે યજમાન હોન્ગકોન્ગ સામે રમશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 12 વાગ્યે શરૂ થઈ ગઈ છે. ભારતીય ટીમે 5થી 8મા સ્થાન માટે યોજાયેલી મેચમાં ગઈકાલે જર્મનીને 2 શૂન્યથી હરાવ્યું હતું.

દરમિયાન ભારતીય મહિલા ટીમ પાંચથી આઠમા સ્થાન માટે રમાયેલી મેચમાં ઇંગ્લેન્ડથી ત્રણ શૂન્યથી હારી ગયું હતું. જ્યારે સાતમા સ્થાન માટે આજે ભારતીય મહિલા ટીમ ફ્રાન્સ સામે રમશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે ત્રણ વાગ્યાથી શરૂ થશે. ગુરુવારે ભારતીય મહિલા અને પુરુષ ટીમને ક્વાર્ટર ફાઈનલ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.