વિશ્વ ન્યાય પ્રકલ્પ – WJPની કાયદાની યાદીમાં વિશ્વના 142 દેશોમાં પાકિસ્તાન 140મું સ્થાન આપવામાં આવ્યું છે, જે તેને વિશ્વનો ત્રીજો સૌથી ખરાબ દેશ બનાવે છે. માલી અને નાઇજિરિયા કાયદા અને સુરક્ષાની દૃષ્ટિએ પાકિસ્તાન કરતા પણ નીચે સ્થાન પામ્યા છે. જ્યારે આ યાદીમાં ડેનામાર્ક પ્રથમ ક્રમાંકે છે. જે બાદ નોર્વે,ફિનલૅન્ડ, સ્વીડન અને જર્મની આવે છે. આ યાદીમાં ભારત 98માં ક્રમાંકે છે. વિશ્વ ન્યાય પ્રકલ્પના તાજેતરના અહેવાલ મુજબ સરકાર સામેના પડકારો, ભ્રષ્ટાચારનું પ્રમાણ, મુક્ત અને પારદર્શક સરકાર, મૂળભૂત અધિકાર, વ્યવસ્થા અને સુરક્ષા તેમજ નિયમનકારી અમલીકરણ, નાગરિક ન્યાયતેમજ ફોજદારી ન્યાય સહિતના વિવિધ પરિબળોના આધારે દેશોનું મૂલ્યાંક કરવામાં આવ્યુંછે.
Site Admin | ઓક્ટોબર 27, 2024 7:16 પી એમ(PM)
વિશ્વ ન્યાય પ્રકલ્પ – WJPની કાયદાની યાદીમાં વિશ્વના 142 દેશોમાં પાકિસ્તાન 140મું સ્થાન આપવામાં આવ્યું છે,
