વિશ્વ નેતાઓએ આજે ગાઝામાં બંધકોને મુક્ત કરવાના હમાસના નિર્ણય અને અમેરિકાના નેતૃત્વ હેઠળના શાંતિ પ્રસ્તાવ સાથે જોડાવાની તેની ઇચ્છાનું સ્વાગત કર્યું છે.
આ જાહેરાત અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રાજદ્વારી પ્રયાસોના પગલે કરવામાં આવી છે, જેમણે અઠવાડિયાની શરૂઆતમાં ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધને ઉકેલવા માટે 20-મુદ્દાની શાંતિ યોજનાનું અનાવરણ કર્યું હતું.
બ્રિટિશ પ્રધાનમંત્રી કીર સ્ટાર્મરે હમાસના આ પગલાને દુશ્મનાવટનો અંત લાવવા તરફ એક મુખ્ય પગલું ગણાવ્યું હતું. ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોને ઝડપી કાર્યવાહીની જરૂરિયાત પર ભાર મૂક્યો. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીસએ પણ આ નિર્ણયનું સ્વાગત કરતાં હમાસને કરારનો સંપૂર્ણ અમલ કરવા હાકલ કરી.
જ્યારે ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સને હમાસની જાહેરાતને સકારાત્મક પગલું ગણાવી. વૈશ્વિક નેતાઓના સંકલિત પ્રતિભાવથી સંઘર્ષને સમાપ્ત કરવાના રાજદ્વારી પ્રયાસો પાછળ નવી આંતરરાષ્ટ્રીય ગતિનો સંકેત મળ્યો.
Site Admin | ઓક્ટોબર 4, 2025 3:41 પી એમ(PM)
વિશ્વ નેતાઓએ ગાઝામાં બંધકોને મુક્ત કરવાના હમાસના નિર્ણય અને અમેરિકાના શાંતિ પ્રસ્તાવનું સ્વાગત કર્યું
