ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 6, 2025 8:09 એ એમ (AM)

printer

વિશ્વ તીરંદાજી ચેમ્પિયનશિપનો આજથી દક્ષિણ કોરિયાના ગ્વાંગજુમાં આરંભ

વિશ્વ તીરંદાજી ચેમ્પિયનશિપનો આજથી દક્ષિણ કોરિયાના ગ્વાંગજુમાં આરંભ થઈ રહ્યો છે. ભારતની 12 સભ્યોની ટીમ તેમાં ભાગ લઈ રહી છે. ભારતે અંતિમ વાર આ સ્પર્ધામાં ત્રણ સુવર્ણ અને એક કાંસ્ય ચંદ્રક સાથે સ્પર્ધામાં ટોચનું સ્થાન મેળવ્યું હતું અને તે જ સફળતાને પુનરાવર્તિત કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.ભારતે રિકર્વ તીરંદાજીમાં દીપિકા કુમારી અને ધીરજ બોમ્મદેવરા ચંદ્રક મેળવી રેકોર્ડ બનાવે તેવી આશા છે. પુરુષોની રિકર્વ ટીમમાં ધીરજ સાથે નીરજ ચૌહાણ અને રાહુલનો સમાવેશ થાય છે, જ્યારે 15 વર્ષીય ગાથા ખડકે મહિલા રિકર્વ ટીમમાં દીપિકા કુમારી અને અંકિતા ભકત સાથે રહેશે.જ્યારે પુરૂષોની કમ્પાઉન્ડ ટીમમાં પ્રથમેશ ફૂગે, અમન સૈની અને ઋષભ યાદવ અને મહિલા ટીમમાં જ્યોતિ સુરેખા વેન્નમ, પરનીત કૌર અને પ્રિતિકા પ્રદીપનો સમાવેશ થાય છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.