ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

વિશ્વ જુનિયર સ્ક્વોશ ટીમ સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં ભારતની છોકરાઓ અને છોકરીઓની ટીમ હારી

વિશ્વ જુનિયર સ્ક્વોશ ટીમ સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં ભારતની છોકરાઓ અને છોકરીઓની ટીમ હારી ગઈ હતી.
હ્યુસ્ટનમાં ચાલી રહેલી આ સ્પર્ધામાં, છઠ્ઠી ક્રમાંકિત ભારતીય છોકરાઓની ટીમ ચોથા ક્રમાંકિત દક્ષિણ કોરિયા સામે 1-2થી હારી ગઈ હતી જ્યારે છોકરીઓની ટીમ ત્રીજા ક્રમાંકિત મલેશિયા સામે હારી ગઈ હતી.
છોકરાઓની કેટેગરીમાં યુવરાજ વાધવાણીએ સેઓજીન ઓહને 3-2થી હરાવીને ભારતને વિજયી શરૂઆત અપાવી હતી પરંતુ શૌર્ય બાવા ચાર રસાકસી ભરી રમતમાં જૂ યંગ ના સામે હારી ગયા હતા.
છોકરીઓની કેટેગરીમાં શમીના રિયાઝને વિટની વિલ્સનથી હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે અનાહત સિંઘે થાનુસા ઉથ્રિયન સામેના મુકાબલામાં 3-2થી જીત મેળવી હતી. પરંતુ અંતમાં, નિરુપમા દુબેને પાંચ ગેમ સુધી ચાલેલી મેચમાં દોઈસ યે સાન લીથી હારનો સામનો કરવો પડ્યો હતો.