વિશ્વ ખાધ્ય કાર્યક્રમ -ડબ્લ્યુ. એફ. પી. એ બાંગ્લાદેશને જણાવ્યું છે કે ભંડોળ સંકટને કારણે, સંયુક્ત રાષ્ટ્ર આગામી એપ્રિલથી બાંગ્લાદેશમાં રોહિંગ્યા શરણાર્થીઓ માટે માસિક ખાદ્ય સહાય 12.50 ડોલરથી ઘટાડીને 6 ડોલર કરી રહ્યું છે.
બાંગ્લાદેશમાં શરણાર્થી શિબિરોની દેખરેખ રાખતા ટોચના અધિકારી મોહમ્મદ મિઝાનુર રહેમાને કહ્યું છે કે રોહિંગ્યા શરણાર્થીઓને પહેલાથી જ પૂરતા પૈસા મળી રહ્યા નથી અને આ કાપ પછી પરિસ્થિતિની કલ્પના કરવી મુશ્કેલ છે.
યુનાઈટેડ ન્યૂઝ ઓફ બાંગ્લાદેશના અહેવાલ મુજબ, WFP એ ભંડોળની અછતનો ઉલ્લેખ કર્યો છે, અને કહ્યું છે કે તે પ્રતિ વ્યક્તિ 12.50 ડોલરની ફાળવણી જાળવી રાખવાનો પ્રયાસ કરી રહ્યું છે પરંતુ પૂરતું ભંડોળ મળી રહ્યું નથી.
દરમિયાન, રાજદ્વારી સૂત્રોએ જણાવ્યું છે કે યુએસ ડેવલપમેન્ટ એજન્સી દ્વારા નાણાકીય સહાય પર રોક લગાવવાના કારણે ભંડોળમાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે.
Site Admin | માર્ચ 6, 2025 7:46 પી એમ(PM)