વિશ્વ એકતા દિવસની પૂર્વ સંધ્યાએ આજે કેન્દ્રીય મંત્રાલયોમાં અધિકારીઓ અને કર્મચારીઓને એકતા શપથ લેવડાવવામાં આવી હતી. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જગતપ્રકાશ નડ્ડાએ નવી દિલ્હીમાં એકતા શપથ લેવડાવી હતી. આરોગ્ય રાજ્ય મંત્રી પ્રતાપરાવ જાધવ, આરોગ્ય સચિવ પુણ્ય સલિલા શ્રીવાસ્તવ
અને વરિષ્ઠ અધિકારીઓએ શપથ લીધા હતા. વિશ્વ એકતા દિવસ દર વર્ષે 31 ઓક્ટોબરનાં રોજ સરદાર વલ્લભભાઇ પટેલની જયંતી પર મનાવવામાં આવે છે.
નાગરિક ઉડ્ડયન સચિવ વી વુઆલનમ તથા મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ નવી દિલ્હીમાં રાજીવ ગાંધી ભવન ખાતે એકતા અને અખંડિતતાનાં મૂલ્યોને જાળવી રાખવા પ્રતિજ્ઞા લીધી હતી. પ્રતિજ્ઞા બાદ એકતા દોડ યોજાઈ હતી, જેમાં મંત્રાલયના અધિકારીઓએ ભાગ લીધો હતો.
Site Admin | ઓક્ટોબર 30, 2024 7:53 પી એમ(PM)
વિશ્વ એકતા દિવસની પૂર્વ સંધ્યાએ આજે કેન્દ્રીય મંત્રાલયોમાં અધિકારીઓ અને કર્મચારીઓને એકતા શપથ લેવડાવવામાં આવી હતી
