સ્વિત્ઝરલેન્ડના દાવોસ ખાતે વર્લ્ડ ઇકોનોમિક ફોરમની બેઠક શરૂ થઇ ગઇ છે. રાજ્યના નાયબ મુખ્મયંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં પહોંચેલા ગુજરાતના પ્રતિનિધિ મંડળનું મિલાન ખાતે ઉષ્માભર્યુ સ્વાગત કરાયું હતું. મિલાનમાં થયેલા સ્વાગત બાદ આ પ્રતિનિધિમંડળ દાવોસ પહોંચ્યુ હતું.દાવોસ ખાતેની આ આંતરરાષ્ટ્રીય પરિષદમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગુજરાતના વિકાસનો રોડમેપ રજૂ કરીને આંતરરાષ્ટ્રીય કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરવા માટેની ચર્ચા કરશે. હર્ષ સંઘવીએ એક સોશિયલ મીડિયાપોસ્ટમાં આ માહિતી આપી હતી.
Site Admin | જાન્યુઆરી 20, 2026 9:55 એ એમ (AM)
વિશ્વ આર્થિક મંચમાં ગુજરાતનો વિકાસ રોડમેપ રજૂ કરવા સ્વિત્ઝરલેન્ડ પહોંચેલા રાજ્યના પ્રતિનિધિમંડળનું મિલાનમાં ઉષ્માભર્યું સ્વાગત