કેન્દ્રીય ઇલેક્ટ્રૉનિક્સ તથા માહિતી અને ટૅક્નોલૉજી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, ભારત આગામી 18 મહિનામાં પોતાની મોબાઈલ બ્રાન્ડ લૉન્ચ કરવાની તૈયારીમાં છે. શ્રી વૈષ્ણવે સ્વિત્ઝર્લેન્ડના દાવોસમાં વિશ્વ આર્થિક મંચ – W.E.F.માં આ માહિતી આપી. તેમણે કહ્યું, ભારતમાં એક મજબૂત ઇલેક્ટ્રૉનિક્સ વ્યવસ્થા છે અને હવે મૉબાઈલ ફૉનના ક્ષેત્રમાં પોતાની બ્રાન્ડ લાવવાનો સમય આવી ગયો છે.
W.E.F. દરમિયાન ભારતે મૉબાઈલ ફૉનમાં ઉપયોગમાં લેવાનારી અનેક વસ્તુઓનું ઉત્પાદન કરનારાઓ સાથે મહત્વની બેઠક યોજી હતી.
Site Admin | જાન્યુઆરી 23, 2026 7:54 પી એમ(PM)
વિશ્વ આર્થિક મંચમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, ભારત આગામી 18 મહિનામાં પોતાની મોબાઈલ બ્રાન્ડ લૉન્ચ કરશે.