વિશ્વ આર્થિક મંચની 56મી વાર્ષિક બેઠક આવતીકાલે સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસમાં શરૂ થઈ રહી છે. દાવોસમાં 56મી વાર્ષિક બેઠકમાં 3 હજારથી વધુ વૈશ્વિક નેતાઓ ભાગ લઈ રહ્યા છે.
પાંચ દિવસીય સંવાદમાં ભાગ લેવા માટે 100 થી વધુ ભારતીય મુખ્ય કાર્યકારી અધિકારીઓ અને એક મોટું સરકારી પ્રતિનિધિમંડળ સ્વિસ શહેરમાં છે.
કેન્દ્રીય મંત્રીઓ અશ્વિની વૈષ્ણવ, પ્રહલાદ જોશી અને કે. રામમોહન નાયડુ સહિત વરિષ્ઠ કેન્દ્રીય મંત્રીઓ હાજરી આપે તેવી અપેક્ષા છે. મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, આસામ અને ઝારખંડના મુખ્યમંત્રીઓ રોકાણકારોને પોતપોતાના રાજ્યોમાં વ્યાપારિક તકો દર્શાવશે. કર્ણાટક, ઉત્તરપ્રદેશ, કેરળ અને તેલંગાણા સહિત વિવિધ રાજ્ય સરકારોના પેવેલિયન પણ હાજર છે.
દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિશ્વ આર્થિક મંચ 2026 માં હાજરી આપવા માટે સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસ જવા રવાના થયા છે.
Site Admin | જાન્યુઆરી 18, 2026 7:40 પી એમ(PM)
વિશ્વ આર્થિક મંચની 56મી વાર્ષિક બેઠક આવતીકાલે સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસમાં શરૂ થશે.