ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 5, 2024 2:29 પી એમ(PM)

printer

વિશ્વ આરોગ્ય સંસ્થા- WHOએ મંકીપોક્સ રોગના નિદાન માટે પ્રથમ નિદાન પરીક્ષણને મંજૂરી આપી

વિશ્વ આરોગ્ય સંસ્થા- WHOએ મંકીપોક્સ રોગના નિદાન માટે પ્રથમ નિદાન પરીક્ષણને મંજૂરી આપી છે. અનેક દેશોમાં રોગના કેસો વધતાં ઝડપી અને સચોટ પરીક્ષણની માંગને જોતાં WHOએ આ નિર્ણય લીધો છે.
અત્યાર સુધીમાં, મંકીપોકસના 30 હજારથી વધુ કેસ નોંધાયા છે અને 800થી વધુ લોકોના મોત થયા છે. આફ્રિકા સંઘના રોગ નિયંત્રણ કેન્દ્ર અનુસાર આ રોગ 16 દેશોમાં જોવા મળ્યો છે, જેની સૌથી વધુ અસર કોંગોમાં જોવા મળી છે.
આ રોગ ચેપગ્રસ્ત પ્રાણીઓમાંથી મનુષ્યોમાં ફેલાયેલા વાયરસને કારણે થાય છે. તેના લક્ષણોમાં તાવ, સ્નાયુમાં દુખાવો અને ચામડી પર ઘા થવા સહિતનો સમાવેશ થાય છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.