વિશ્વ આરોગ્ય સંસ્થા -ડબ્લ્યુએચઓના વડા જનરલ ટેડ્રોસ એડહાનો મગેબ્રેયસસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તેમજ સ્વચ્છ ભારત મિશનમાં પરિવર્તનકારી પહેલ દ્વારા ટકાઉ વિકાસ લક્ષ્યોને હાંસલ કરવામાં મહત્વની ભૂમિકા માટે ભારત સરકારની પ્રશંસા કરી છે.તેમણે કહ્યું કે સ્વચ્છ ભારત મિશનએ સ્વચ્છ અને સ્વસ્થ રાષ્ટ્રને પ્રોત્સાહન આપવામાટે સમુદાયોને પ્રેરણા આપી છે. તેમણે કહ્યું કે ભારત સરકારે ગ્રામીણ અને વંચિત વિસ્તારોમાં મૂળભૂત સ્વચ્છતાને પ્રાથમિકતા આપી અને સ્થાનિક નેતાઓને એકઠા કર્યા.તેમણે કહ્યું કેઆ પહેલથી જાહેર આરોગ્ય અને સ્વચ્છતામાં સુધારો થયો છે અને લોકોને વિવિધ બીમારી અનેકુપોષણ જેવા રોગોથી પણ બચાવ્યા છે.
Site Admin | ઓક્ટોબર 2, 2024 7:34 પી એમ(PM)
વિશ્વ આરોગ્ય સંસ્થા -ડબ્લ્યુએચઓના વડા જનરલ ટેડ્રોસ એડહાનો મગેબ્રેયસસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તેમજ સ્વચ્છ ભારત મિશનમાં પરિવર્તનકારી પહેલ દ્વારા ટકાઉ વિકાસ લક્ષ્યોને હાંસલ કરવામાં મહત્વની ભૂમિકા માટે ભારત સરકારની પ્રશંસા કરી છે
