જાન્યુઆરી 19, 2026 1:56 પી એમ(PM)

printer

વિશ્વમાં રાજકીય પરિસ્થિતીની અનિશ્ચિતતાઓના પગલે ભારતીય શેરબજારમાં કડાકો, સોના-ચાંદીનો ભાવ અત્યાર સીધીની ટોચની સપાટી પર પહોંચ્યો

સોના અને ચાંદીના ભાવ આજે નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. ગ્રીનલેન્ડ સાથે જોડાયેલા વિવાદને લઈને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અનેક યુરોપિયન દેશો પર નવા ટેરિફની ધમકી આપ્યા બાદ રોકાણકારો સુરક્ષિત સંપતિમાં રોકાણ કરી રહ્યા છે.
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ, MCX સોનું 1.68 ટકા વધીને એક લાખ 44 હજાર 905 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું, જ્યારે MCX ચાંદી 4.39 ટકા વધીને ત્રણ લાખ 400 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી છે. .