કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી જી કિશન રેડ્ડીએ વિશ્વભરમાં થઈ રહેલા પરિવર્તનોને ધ્યાનમાં રાખીને બાંધકામ કંપનીઓને બાંધકામ ક્ષેત્રમાં ફક્ત સ્વદેશી સામગ્રીનો ઉપયોગ કરવાની અપીલ કરી છે.હૈદરાબાદ ખાતે એક પ્રોપર્ટી શોમાં બોલતા, શ્રી રેડ્ડીએ કહ્યું કે બાંધકામ કંપનીઓએ ગ્રાહકોના હિત અનુસાર કામ કરવું જોઈએ. શ્રી રેડ્ડીએ સરકાર તરફથી બાંધકામ ક્ષેત્રને તમામ શક્ય સહાયની ખાતરી આપતા બિલ્ડરોએ મકાનો બનાવવામાં ગુણવત્તા સાથે સમાધાન ન કરવા આહ્વાન કર્યું.શ્રી રેડ્ડીએ કહ્યું કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારને રાષ્ટ્રીય ધોરીમાર્ગોના નિર્માણમાં માળખાગત સુવિધાઓ પૂરી પાડવા માટે પ્રોત્સાહિત કરી રહી છે
Site Admin | ઓગસ્ટ 18, 2025 10:20 એ એમ (AM)
વિશ્વભરમાં થઈ રહેલા પરિવર્તનોને ધ્યાનમાં રાખીને સ્વદેશી સામગ્રીનો ઉપયોગ કરવા કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી જી કિશન રેડ્ડીની અપીલ
