મે 17, 2025 2:31 પી એમ(PM)

printer

વિશ્વભરમાં આજે વિશ્વ હાયપરટૅન્શન દિવસ મનાવવામાં આવી રહ્યો છે

વિશ્વભરમાં આજે વિશ્વ હાયપરટૅન્શન દિવસ મનાવવામાં આવી રહ્યો છે. તેનો ઉદ્દેશ લોહીના ઊંચા દબાણ સંબંધિત જોખમો અંગે જાગૃતિ વધારવા અને તેનાથી બચવાના ઉપાયનો પ્રચાર કરવાનો છે. આ વર્ષે આ દિવસની વિષયવસ્તુ- પોતાના લોહીના દબાણને યોગ્ય રીતે માપો, નિયંત્રિત કરો અને લાંબું જીવો છે.

આકાશવાણી સમાચાર સાથેની વિશેષ વાતચીતમાં અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા- એઈમ્સમાં મેડિસિન વિભાગના પ્રૉફેસર ડૉક્ટર નવલ કે. વિક્રમે જણાવ્યું, લોહીના ઊંચા દબાણના લક્ષણ જોખમી સ્તર પર પહોંચ્યા બાદ સામે આવે છે. તેમણે કહ્યું, લોહીનું ઊંચું દબાણ હૃદયની બીમારીઓ અને આઘાતનું કારણ બની શકે છે. શ્રી વિક્રમે નિયમિત રીતે લોહીના દબાણને માપવાના મહત્વને દર્શાવે છે. તેમણે કહ્યું, સ્વસ્થ જીવનશૈલી, શારીરિક, સક્રિયતા, તણાવ ઘટાડવા અને આહારમાં ફેરફારના માધ્યમથી ઉચ્ચ લોહીના દબાણથી બચાવી શકાય છે. શ્રી વિક્રમે લોહીનું ઊંચા દબાણને રોકવા મિઠાના સેવન પર અંકુશ રાખવાની જરૂરિયાત પર ભાર આપ્યો.