વિશ્વ નેતાઓએ ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધવિરામને બંને દેશો વચ્ચેના તણાવ ઘટાડવા માટેના એક મુખ્ય પગલા તરીકે પ્રશંસા કરી છે.
યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે આ પગલાનું સ્વાગત કર્યું, બંને દેશોને આ પ્રગતિ પર આગળ વધવા વિનંતી કરી. યુકેના વિદેશ સચિવ ડેવિડ લેમીએ યુદ્ધવિરામને ખૂબ જ આવકારદાયક ગણાવ્યું અને બંને દેશને શાંતિ જાળવવા હાકલ કરી.
યુરોપિયન સંઘના વિદેશ વડા કાજા કલ્લાસે યુદ્ધવિરામના મહત્વ અને તેને જાળવી રાખવા તકેદારીની જરૂરિયાત પર ભાર મૂક્યો. તો સાઉદી અરેબિયાના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં આશાવાદ વ્યક્ત કર્યો કે યુદ્ધવિરામ પ્રદેશમાં શાંતિ અને સુરક્ષા પુનઃસ્થાપિત કરવામાં ફાળો આપશે.