પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારત વિકસિત અને આત્મનિર્ભર બનવા આતુર છે. નવી દિલ્હીમાં છઠ્ઠા રામનાથ ગોએન્કા વ્યાખ્યાન આપતા શ્રી મોદીએ કહ્યું વિશ્વ અનેક આપત્તિઓ સામે સંઘર્ષ કરી રહયું છે, ત્યારે ભારત આત્મવિશ્વાસપૂર્વક ઉજ્જવળ ભવિષ્યની દિશામાં આગળ વધી રહ્યું છે. શ્રી મોદીએ કહ્યું કે, 2022 માં, યુરોપિયન કટોકટીએ વૈશ્વિક પુરવઠા શૃંખલાઓ અને ઊર્જા બજારોને અસર કરી, જેનાથી સમગ્ર વિશ્વ પ્રભાવિત થયું અને તેમ છતાં, 2022-23 સુધી ભારતનો આર્થિક વિકાસ મજબૂત રીતે થઇ રહ્યો.
Site Admin | નવેમ્બર 18, 2025 8:54 એ એમ (AM)
વિશ્વની વિષમ પરિસ્થિતી વચ્ચે પણ ભારતનો વિકાસ મજબૂત રીતે આગળ વધી રહ્યો છે -પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી