ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે જણાવ્યું હતું કે વિશ્વની કોઈ પણ શક્તિ ભારતને તેના કાર્યો કેવી રીતે હાથ ધરવા તે અંગે નિર્દેશ આપી શકતી નથી.શ્રી ધનખડ ગઈકાલે નવી દિલ્હીમાં ભારતીય સંરક્ષણ સંપદા સેવાના 2024 બેચના તાલીમાર્થી અધિકારીઓને કહ્યું કે આ સાર્વભૌમ રાષ્ટ્રમાં બધા નિર્ણયો તેના નેતૃત્વ દ્વારા લેવામાં આવે છે. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે દેશમાં ઘણા પડકારો છે, વિભાજનકારી લાગણીઓ ઉભી કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે દેશ વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યો છે.શ્રી ધનખડે ઓપરેશન સિંદૂર દરમિયાન નાગરિકો પર હુમલો ન કરવાના અને ફક્ત આતંકવાદી માળખાને નિશાન બનાવવાના ભારતના સુવિચારિત નિર્ણયની પ્રશંસા કરતાં કહ્યું કે ભારત શાંતિ અને અહિંસામાં માને છે. તેમણે કહ્યું કે ભારતે પાકિસ્તાનના બહાવલપુર અને મુરીદકેમાં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવીને આતંકવાદીઓને પાઠ ભણાવ્યો છે.ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે કેટલીક શક્તિઓ ભારતની પ્રગતિને સ્વીકારી શકતી નથી કારણ કે કોઈને અપેક્ષા નહોતી કે જ્યારે આખું વિશ્વ આર્થિક મંદીનો સામનો કરી રહ્યું છે ત્યારે ભારતનું અર્થતંત્ર આટલું મજબૂત થશે. તેમણે કહ્યું કે ભારતનો ઉદ્દેશ્ય ફક્ત તેની અર્થવ્યવસ્થામાં સુધારો કરવાનો નથી પરંતુ તેના લોકોનો વિકાસ કરવાનો પણ છે. શ્રી ધનખડે કહ્યું કે ભારત વૈશ્વિક સ્તરે સૌથી વધુ મહત્વાકાંક્ષી રાષ્ટ્ર બની ગયું છે.
Site Admin | જુલાઇ 20, 2025 9:19 એ એમ (AM)
વિશ્વની કોઈ પણ તાકાત ભારતને તેના કાર્યો કેવી રીતે હાથ ધરવા તે અંગે નિર્દેશ આપી શકતી નથી-ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ