ઓક્ટોબર 27, 2025 9:26 એ એમ (AM)

printer

વિશ્વના 124 સભ્ય દેશોની ઉપસ્થિતીમાં આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનની સભાનંર 8મું સત્ર આજથી નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આરંભાશે

આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનની સભાનું 8મું સત્ર આજથી નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે શરૂ થશે. 4 દિવસના આ કાર્યક્રમમાં 124 સભ્ય દેશો ભાગ લેશે.વિશ્વભરના દેશોના 40 થી વધુ મંત્રીઓ આ સત્રમાં હાજરી આપશે.આ કાર્યક્રમ વૈશ્વિક સમુદાયને સહકારને વધુ સુદ્રઢ બનાવવા અને ઉજ્જવળ અને ટકાઉ ભવિષ્ય માટે સૌર ઉર્જા વેગ આપવા માટે એકમંચ પર આવશે. સભ્ય દેશો આ ક્ષેત્રમાં પ્રગતિની સમીક્ષા કરશે અને પડકારોનો સામનો કરવા બધા માટે સસ્તી સૌર ઉર્જાના દ્રષ્ટિકોણ અંગે ચર્ચા કરશે.ઉલ્લેખનીય છે કે ભારતે પાંચ વર્ષ પહેલાં બિન-અશ્મિભૂત ઇંધણ સ્ત્રોતોમાંથી તેની કુલ સ્થાપિત વીજળી ઉત્પાદન ક્ષમતાના 50 ટકા હાંસલ કરી લીધુ છે, જે લક્ષ્ય કરતાં આગળ છે.ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો સૌર ઉત્પાદક અને વિશ્વનું બીજુ સૌથી મોટુ બજાર છે. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ 20 લાખથી વધુ પરિવારો પહેલાથી સૌર ઉર્જાનો લાભ મેળવી રહ્યા છે.