ઓગસ્ટ 15, 2024 2:34 પી એમ(PM) | સ્વાતંત્ર્ય દિવસ

printer

વિશ્વના નેતાઓએ ભારતને 78મા સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છા પાઠવી છે

વિશ્વના નેતાઓએ ભારતને 78મા સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છા પાઠવી છે. અમેરિકાના સેક્રેટરી ઑફ સ્ટેટ એન્ટની બ્લિન્કને બંને રાષ્ટ્ર વચ્ચેના સંબંધને વધાવતા ભારતને હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. શ્રી બ્લિન્કને કહ્યું, અમેરિકા ભારતીય લોકોના સમૃદ્ધ અને વૈવિધ્યસભર ઇતિહાસની ઉજવણી કરે છે.
શ્રી બ્લિન્કને ઉમેર્યું, ભારત-અમેરિકા સહયોગ ઝડપથી આગળ વધી રહ્યો છે. ઇઝરાયેલે પણ આ પ્રસંગે ભારતને શુભકામનાઓ પાઠવી હતી. ભારતમાં ઇઝરાયેલના રાજદૂત નાઓર ગિલોન પણ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાયા હતા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.