ઓગસ્ટ 4, 2025 9:33 એ એમ (AM)

printer

વિશ્વના અન્ય દેશોની તુલનામાં ભારતનું અર્થતંત્ર મજબૂત હોવાનું જણાવતાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ

ભાવનગરમા કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે વેપારીઓ, મહાજન, ઉદ્યોગકારો અને પ્રબુધ્ધ નાગરીકો સાથે વિકસિત ભારત સંવાદ યોજ્યો હતો.વિશ્વના અન્ય દેશોની તુલનામાં સતત વિકસી રહેલા ભારત દેશના મજબૂત અર્થતંત્ર વિશે વિગતો આપતા કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ એ જણાવ્યું કે કોવિડ મહામારી બાદ વિશ્વના અન્ય દેશોનો ગ્રોથ રેટ સતત ઘટી રહ્યો છે જ્યારે ભારતનો ગ્રોથ રેટ ઉત્તરોતર વધી રહ્યો છે.ભારતના સ્વદેશી ઉત્પાદનો વિશે માહિતી આપી રેલ મંત્રીએ વંદે ભારત ટ્રેનની ખાસિયતો અંગે જાણકારી પૂરી પાડી હતી સંપૂર્ણ સ્વદેશી બનાવટની વંદે ભારત ટ્રેન એ એક વિશ્વ કક્ષાની આધુનિક સુવિધાસભર ટ્રેન બની છે તેવું જણાવતા દેશના નાગરિકોને વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવાના દેશના મહાઅભિયાનમાં જોડાવા આહવાન કર્યું હતું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.