ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 6, 2024 8:21 પી એમ(PM) | Hamas | international news | Israel | israel hamas

printer

વિશ્વના અનેક દેશોમાં રેલી યોજીને ગાઝા અને મધ્ય પૂર્વમાં હિંસાનો અંત લાવવાની હાકલ

ઇઝરાયેલ પરના જીવલેણ હમાસના હુમલાને એક વર્ષ થતાં ગઇકાલે વિશ્વના અનેક દેશોમાં રેલી યોજીને ગાઝા અને મધ્ય પૂર્વમાં હિંસાનો અંત લાવવાની હાકલ કરવામાં આવી હતી. પેરિસ, રોમ, મનિલા, કેપ ટાઉન અને ન્યુ યોર્ક સિટીમાં પણ નોંધપાત્ર મેળાવડાના અહેવાલ સાથે હજારો પેલેસ્ટિનિયન તરફી પ્રદર્શનકારોએ મધ્ય લંડનમાં કૂચ કરી.

ઉલ્લેખનીય છે કે, 7 ઓક્ટોબર, 2023ના રોજ હમાસના હુમલાને પગલે સંઘર્ષ વધી ગયો, જેમાં અંદાજે 1 હજાર 200 જેટલા ઇઝરાયેલીઓ માર્યા ગયા અને ઘણા લોકો બંધક બન્યા. બદલામાં, ગાઝામાં ઇઝરાયેલ લશ્કરીની જવાબી કાર્યવાહીમાં લગભગ 42 હજાર પેલેસ્ટિનિયનોના મોત થયા અને ભૂખની ગંભીર કટોકટી ઊભી થઈ. ઇઝરાયેલની ક્રિયાઓની વ્યાપક આંતરરાષ્ટ્રીય નિંદા છતાં, અમેરિકા અને તેના સાથીઓએ ઇઝરાયેલના સ્વ-બચાવના અધિકારને સમર્થન આપ્યું છે.