નવેમ્બર 13, 2025 9:20 એ એમ (AM)

printer

વિશેષ સઘન સુધારણાના બીજા તબક્કામાં 37 કરોડ ગણતરી ફોર્મનું વિતરણ કરાયું

ચૂંટણી પંચે માહિતી આપી કે, 4 નવેમ્બરે વિશેષ સઘન સુધારણા-SIRનો બીજો તબક્કો શરૂ થયા બાદ મતદારોમાં 37 કરોડ ગણતરી ફોર્મનું વિતરણ કરાયું છે.આ તબક્કામાં આવરી લેવામાં આવનાર કુલ 51 કરોડ મતદારોમાંથી તે 70 ટકા છે. પંચે જણાવ્યું કે, ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 10 કરોડ 80 લાખ ફોર્મ સોંપવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળમાં 6 કરોડ 80 લાખથી વધુ ફોર્મ અપાયા છે. બીજા તબક્કામાં, SIR નવ રાજ્યો અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોમાં થઈ રહ્યું છે. ચાલુ ગણતરીનો તબક્કો 4 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે.