નવેમ્બર 15, 2025 9:18 એ એમ (AM)

printer

વિશેષ મતદાર સુધારણા ઝુંબેશમાં 46 કરોડથી વધુ મતગણતરી ફોર્મનું વિતરણ કરાયું

ચૂંટણી પંચે જણાવ્યું છે કે ચોથી નવેમ્બરથી શરૂ થયેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન ઓફ ઇલેક્ટોરલ રોલ્સ (SIR) ઝુંબેશના બીજા તબક્કામાં અત્યાર સુધીમાં 46 કરોડથી વધુ મતગણતરી ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે.ઉત્તરપ્રદેશમાં 13 કરોડ 74 લાખથી વધુ અને પશ્ચિમબંગાળમાં સાત કરોડ 40 લાખથી વધુ ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે. ચૂંટણી પંચે નવ રાજ્યો અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ બીજો તબક્કો શરૂ કર્યો છે જે ચોથી ડિસેમ્બર સુધી ચાલુ રહેશે.