સમગ્ર રાજ્યમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ ચાલી રહી છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 11મી ડિસેમ્બર સુધી ચાલવાનો છે.2025ની મતદાર યાદીમાં રહેલા 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ પૂર્ણ કરાયું છે. રાજ્યના 33 જિલ્લાઓ પૈકી મોટા ભાગના જિલ્લાઓમાં 100 ટકા ફોર્મ વિતરણ સંપન્ન થયું છે. જે પૈકી કુલ 21 વિધાનસભા મતવિસ્તારમાં ડિજીટાઈઝેશનની કામગીરી 100 ટકા પૂર્ણ થઈ ચુકી છે.આ ઝુંબેશમાં 94.46 ટકા ડિજીટાઈઝેશન સાથે ડાંગ જિલ્લો અગ્રેસર છે. જ્યારે ગીર સોમનાથમાં 91.71 ટકા, મોરબીમાં 91.32 ટકા, બનાસકાંઠામાં 91.19 ટકા, મહીસાગરમાં 91.17 ટકા, અરવલ્લીમાં 91.12 ટકા, સાબરકાંઠામાં 91.08 ટકા, છોટા ઉદેપુરમાં 91.05 ટકા, પાટણમાં 90.82 ટકા અને બોટાદમાં 90.26 ટકા ડિજીટાઈઝેશન થયું છે.સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં SIR ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હેઠળ એક હજાર 518 જેટલા BLO દ્વારા સઘન કામગીરી ચાલી રહી છે, જેમાં મતદારોના ફોર્મ સ્કેન કરવા, અપલોડ કરવા સહિત ડિઝિટાઇઝેશનની અત્યાર સુધીમાં 89.31 ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી હોવાનું જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ.રાજેન્દ્ર પટેલે જણાવ્યું હતું.
Site Admin | ડિસેમ્બર 6, 2025 9:48 એ એમ (AM)
વિશેષ મતદાર સુધારણા અભિયાન અંતર્ગત કુલ 21 વિધાનસભા મતવિસ્તારોમાં 100 ટકા ડિજીટાઈઝેશન સંપન્ન