મહિલા ક્રિકેટમાં, ભારત અને શ્રીલંકા વચ્ચે પાંચ મૅચની ટી-20 શ્રેણીની આજે બીજી મૅચ રમાઈ રહી છે. વિશાખાપટ્ટનમના ડૉક્ટર વાય. એસ. રાજશેખર રેડ્ડી ACA-VDCA સ્ટૅડિયમમાં રમાતી મૅચમાં ભારતે ટૉસ જીતીને બૉલિંગ પસંદ કરી છે.
ઉલ્લેખનીય છે કે, યજમાન ટીમ આ શ્રેણીમાં એક શૂન્યથી આગળ છે. સુકાની હરમનપ્રિત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમે ગત રવિવારે વિશાખાપટ્ટનમમાં જ રમાયેલી પહેલી મૅચમાં શ્રીલંકાને આઠ વિકેટે હરાવ્યું હતું.
Site Admin | ડિસેમ્બર 23, 2025 7:59 પી એમ(PM)
વિશાખાપટ્ટનમમાં શ્રીલંકા સામેની બીજી મહિલા ટી-20 ક્રિકેટ મૅચમાં ભારતે ટૉસ જીતી બૉલિંગ પસંદ કરી