પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જોહાનિસબર્ગમાં બે દિવસીય G20 નેતાઓના શિખર સંમેલનમાં હાજરી આપ્યા બાદ આજે સવારે નવી દિલ્હી પરત ફર્યા છે.
દરમ્યાન પ્રધાનમંત્રી મોદીએ જોહાનિસબર્ગ G20 સંમેલનના સફળ આયોજનની પ્રશંસા કરતા કહ્યું કે સંમેલન સમૃદ્ધ અને ટકાઉ ગ્રહમાં ફાળો આપશે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ દક્ષિણ આફ્રિકાના લોકો, રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાનો સમિટના આયોજન બદલ આભાર માન્યો. પ્રધાનમંત્રીએ કહ્યું કે, વિશ્વ નેતાઓ સાથેની તેમની બેઠકો ખૂબ જ ફળદાયી રહી અને વિવિધ રાષ્ટ્રો સાથે ભારતના દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવશે.
શ્રી મોદીએ દક્ષિણ આફ્રિકાની તેમની સત્તાવાર મુલાકાત દરમ્યાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન, જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ, WTOના ડિરેક્ટર-જનરલ ન્ગોઝી ઓકોંજો-ઇવેલા, ઇથોપિયન પ્રધાનમંત્રી અબી અહેમદ અલી, IMFના વડા ક્રિસ્ટાલિના જ્યોર્જિવા અને ઇટાલિના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની સહિત અનેક મુખ્ય નેતાઓ સાથે વાતચીત કરી.
Site Admin | નવેમ્બર 24, 2025 7:50 એ એમ (AM)
વિવિધ રાષ્ટ્રો સાથેના દ્વિપક્ષીય સંબંધો વધુ ગાઢ બનવાના વિશ્વાસ સાથે જી-20 દેશોની બેઠકમાં હાજરી આપી પ્રધાનમંત્રી પરત ફર્યા