પહેલી મે, 1960થીએટલે કે ગુજરાત અલગ રાજ્ય બન્યું ત્યારથી વિવિધ યોજનાઓમાં જે ખેડૂતોની તમામ જમીનસંપાદિત થઈ હોય અને તેઓ ખેડૂત પ્રમાણપત્ર મેળવી ન શક્યા હોય તેવા ખેડૂતો હવે પ્રમાણપત્ર મેળવી શકશે.મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલ સમક્ષ ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ સ્વાગતમાં આ મુદ્દે થયેલીરજૂઆતને ધ્યાનમાં લઇને આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારની વિકાસયોજનામાં જે ખેડૂતોની તમામ જમીન સંપાદિત થઈ હોય તેવા ખેડૂતો હવે ખેડૂત તરીકેનું પ્રમાણપત્ર મેળવી શકશે. રાજ્ય સરકાર દ્વારા આ ઠરાવ પ્રસિદ્ધ થયાના એક વર્ષમાં પ્રમાણપત્ર મેળવવા માટે સંબંધિત કલેકટર સમક્ષ અરજી કરી શકશે.ખેડૂતો તરફથી અરજી મળ્યા પછી સંબંધિત કલેકટર દ્વારા જાતે ખરાઈ કરીને ખેડૂત પ્રમાણપત્ર જારીકરવામાં આવશે. આવું પ્રમાણપત્ર મળ્યાના ત્રણ વર્ષમાં જે તે ખેડૂતને જમીન ખરીદી કરીલેવાની રહેશે. અગાઉ, જે ખેડૂત પોતાનાં ખાતાના સર્વે નંબર પૈકી બચત રહેલો એક માત્ર સર્વે નંબર બિનખેતી કરાવે તેનાકારણે તેઓ ખેડૂત મટી જતા હતાં. આવા કિસ્સામાં ખેડૂત પ્રમાણપત્ર મેળવવાની કોઈ જોગવાઈન હોવાના કારણે ખેતીની જમીન ખરીદવામાં તેઓ મુશ્કેલી અનુભવતા હતા. આવા ખેડૂતો ખેડૂત પ્રમાણપત્ર માંગે તો આવી જમીન બિનખેતી થયા બાદ એક વર્ષમાં ખેડૂત પ્રમાણપત્ર આપવાનુંરહેશે. ખેડૂતે આ પ્રમાણપત્રની તારીખથી બે વર્ષમાં જમીન ખરીદી કરવાની રહેશે
Site Admin | નવેમ્બર 29, 2024 7:10 પી એમ(PM)
વિવિધ યોજનાઓમાં ખેડૂતોની તમામ જમીન સંપાદિત થઈહોય તેવા ખેડૂતોને ખેડૂત પ્રમાણપત્ર આપવાનો રાજય સરકારનો નિર્ણય
