ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 14, 2025 2:12 પી એમ(PM)

printer

વિવિધ મુદ્દાઓની ચર્ચા માટે યુનાઈટેડ નેશન્સ ટ્રુપ કોન્ટ્રીબ્યુટીંગ કન્ટ્રીઝના ચીફ્સ ઓફ કોન્ક્લેવનો નવી દિલ્હીમાં આરંભ.

યુનાઈટેડ નેશન્સ ટ્રુપ કોન્ટ્રીબ્યુટીંગ કન્ટ્રીઝ (UNTCC) ના ચીફ્સ ઓફ કોન્ક્લેવ આજે નવી દિલ્હીમાં શરૂ થઈ. ત્રણ દિવસીય ઉચ્ચ-સ્તરીય ફોરમનું આયોજન ભારતીય સેના કરી રહી છે જેમાં ઓપરેશનલ પડકારો, સંભવિત જોખમો, શ્રેષ્ઠ પ્રથાઓ શેર કરવા અને ભવિષ્યમાં શાંતિ જાળવણી પર સહિયારી સમજ કેળવવા પર ચર્ચા થશે.
કોન્ક્લેવને સંબોધતા, સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે કહ્યું, ભારત પુરાણા આંતરરાષ્ટ્રીય માળખાના સુધારાની હિમાયત કરી રહ્યું છે તેમણે ભાર મૂક્યો કે દેશ આંતરરાષ્ટ્રીય નિયમો-આધારિત વ્યવસ્થાને જાળવી રાખવામાં મજબૂત છે. મંત્રીએ કહ્યું, ભારત સ્વીકારે છે કે શાંતિ જાળવણીની સફળતા માત્ર સંખ્યા પર જ નહીં પરંતુ તૈયારી પર પણ આધારિત છે.
આ પ્રસંગે બોલતા, આર્મી ચીફ, જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ અદ્યતન ટેકનોલોજીને કામગીરીમાં એકીકૃત કરવાની, ઝડપી જમાવટ ક્ષમતાઓ વધારવાની અને ફાળો આપનારા રાષ્ટ્રો વચ્ચે આંતર-કાર્યક્ષમતાને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.
યુએન શાંતિ રક્ષા મિશનમાં સૈનિકોનું યોગદાન આપતા 32 દેશોના વડાઓ અને પ્રતિનિધિઓ આ કોન્ક્લેવમાં ભાગ લઈ રહ્યા છે.