ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જાન્યુઆરી 24, 2025 2:05 પી એમ(PM) | કેન્દ્ર સરકાર

printer

વિવિધ ફાર્મા કંપનીઓ દ્વારા નવેમ્બર મહિનામાં ઉત્પાદિત 135 દવાઓ નબળી ગુણવત્તા ધરાવતી હોવાનું કેન્દ્ર સરકાર અને રાજ્યોની લેબોરટેરીનાં પરીક્ષણમાં જણાવાયું

વિવિધ ફાર્મા કંપનીઓ દ્વારા નવેમ્બર મહિનામાં ઉત્પાદિત 135 દવાઓ નબળી ગુણવત્તા ધરાવતી હોવાનું રકેન્દ્ર સરકા અને રાજ્યોની લેબોરટેરીનાં પરીક્ષણમાં જણાવાયું છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું છે કે, આ દવાઓનાં નમૂના એક કે તેનાથી વધુ ગુણવત્તા માપદંડોમાં નિષ્ફળ જતાં તેને નબળી ગુણવત્તાની જાહેર કરાઈ છે. સરકારી લેબોરેટરીમાં ચોક્કસ બેચની પ્રોડક્ટ નિષ્ફળ સાબિત થઇ છે અને બજારમાં ઉપલબ્ધ અન્ય બેચની દવાઓ સારી ગુણવત્તાની હોઇ શકે છે. નબળી ગુણવત્તાની દવાઓ ઓળખીને બજારમાં દૂર થાય તે સુનિશ્ચિત કરવા કેન્દ્ર સરકાર રાજ્યોનાં ઔષધિ નિયમનકાર સાથે મળીને નિયમિત ધોરણે દવાઓનું પરિક્ષણ કરે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.