ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 15, 2025 12:29 પી એમ(PM)

printer

વિવિધ પાસાઓના અભ્યાસ માટે ઉદ્યોગ અંગેની સંસદીય સ્ટેન્ડિંગ સમિતિએ ગિફ્ટ સિટીની મુલાકાત લીધી

ઉદ્યોગ પરની સંસદીય સ્ટેન્ડિંગ સમિતિએ ભારતના પ્રથમ ઓપરેશનલ સ્માર્ટ સિટી અને ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસીસ હબના વિવિધ પાસાઓનો વ્યાપક અભ્યાસ કરવા માટે ગઈકાલે ગિફ્ટ સિટીની મુલાકાત લીધી હતી. સમિતિના સભ્યોને ગિફ્ટ સિટીના મોડલ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.ગિફ્ટ સિટી વૈશ્વિક સ્તરના માળખાગત સુવિધાઓ, ટકાઉ શહેરી આયોજન અને પ્રગતિશીલ નિયમનકારી માળખાના સમન્વય થકી ફાઇનાન્સ, ટેક્નોલોજી અને સંલગ્ન ક્ષેત્રોમાં વૈશ્વિક વ્યવસાયોને આકર્ષવા માટે સતત કાર્યરત છે.સમિતિના સભ્યોએ ગિફ્ટ સિટીના ડિસ્ટ્રીક્ટ કૂલિંગ સિસ્ટમ, ઓટોમેટેડ વેસ્ટ કલેક્શન સિસ્ટમ અને અંડરગ્રાઉન્ડ યુટિલિટી ટનલ જેવા અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પ્રત્યક્ષ મુલાકાત લઈને તેના વિશે વિગતવાર માહિતી પણ મેળવી હતી.